સુરતના યુવા વકીલ મેહુલ બોઘરા પર તાજેતરમાં એક ટીઆરબી જવાને પોલીસની મદદગારીથી હુમલો કર્યો હતો. જેનો વકીલો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જેતપુર વકીલ બાર એસોશીએશન દ્વારા પણ આજે મામલતદાર ને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી
વકીલોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, હૂમલો કરનારને કાયદાથી સત્તા ના હોવા છતાં કાયદો હાથમાં લઈ વકીલને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. વકીલોની ગરીમાને ઠેસ પહોંચાડેલી છે. તેથી આરોપીને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરો વકીલ એક કોર્ટ ઓફિસર છે અને તેના વ્યવસાયની ગરિમા જળવાય તે હેતુથી અન્ય બીજી જગ્યાએ કોર્ટ ઓફિસર સાથે આવું કોઈ અધિકારી પુનરાવર્તન ન કરે તેમજ વકીલ હિતમાં જલદી પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે તેવી માગ કરી હતી.
આજ રોજ જેતપુર વકીલ બાર એસસિયેશનના દ્વારા વકીલોએ વકીલ એકતા જિંદાબાદ હમ સબ એક હે હમસે જો ટકરાયેગા ચૂર ચૂર હો જાયેગા પોલીસ તેરી તાનાશાહી નહી ચલેગીના નારા સાથે આવેદન પત્ર આપી અસરકારક રજૂઆત કરી હતી. વકીલએ કોર્ટ ઑફિસર છે. તેથી પોલીસકર્મી કે અન્ય ઑફિસર વકીલની રિસ્પેક્ટ કરે ખોટી રીતે રંજડવામાં ન આવે વળી કાયદો બધાના માટે સરખો છે જો વકીલ કોઈ ભૂલ કરે છે તો એના વિરુદ્ધ કાયદાથી સ્થાપિત કાયદેસરની કાર્યવાહી કરો પરંતુ કાયદાથી કોઈને માર મારવાનો અધિકાર નથી. ખોટી રીતે વકીલને પજવણી કરવામાં આવશે તો કાયદાની મર્યાદામાં રહીને કોઈને છોડવામાં આવશે નહીં એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.


