Gujarat

સુરતમાં ૧૪ વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી વિડીયો તેના મિત્રોને મોકલ્યા

સુરત
સુરતના અડાજણના રાજ વર્લ્‌ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે ૧૪ વર્ષની કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા ચાર મહિનાથી દુષ્કર્મ આચરતા ઉમંગે કિશોરી સાથેની અંગત પળોના વીડિયો પણ બનાવી લીધા હતાં. બાદમાં કોઈને કહેશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી ઉમંગે આપી હતી. ઉમંગે અવારનવાર કિશોરીને પીંખતો હતો. સાથે જ વીડિયો બનાવતો હતો. જાે કે, પોતાના મોબાઈલમાં રહેલા કિશોરી સાથેના બિભત્સ વીડિયો ઉમંગે પોતાના મિત્રો દીપ અને વીસ્પીને વોટ્‌સએપ પર મોકલ્યા હતાં. જેથી કિશોરીના વીડિયો વાઈરલ ઉમંગે કર્યા હતાં. આ અંગેની ફરિયાદ કિશોરીના પરિવારે આપતાં અડાજણ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના અડાજણ વિસ્તારમાં ૧૪ વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્‌ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંગત પળોના વીડિયો ઉતારી લઈને બાદમાં તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેથી પરિવારની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *