Gujarat

સુરેન્દ્રનગર વિસ્તારમાં ટ્રાફિક વિભાગે ૧૦.૯૯ લાખનો દંડ વસૂલ્યો

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. પરિણામે ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ. સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટ્‌સ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી તેમજ જાેરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જેમાં મે-૨૦૨૨ એટલે કે છેલ્લા ૧ માસમાં જુદા જુદા નિયમોનો ભંગ કરતા ૨૭૯૧ લોકોને હાજર દંડ રૂ. ૯,૦૧,૦૦૦ કરાયો હતો. આ ઉપરાંત ૩૮ જેટલા વાહનચાલકના વાહનો ડિટેઇન કરીને ૧,૯૦,૬૦૦નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા ૮ લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. ૮૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના-૨, ટ્રાફિકને અડચણરૂપ લારી, રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા ૮૮ કેસ, પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર ૩ લોકો સામે કેસ કરાયા હતા. છેલ્લા ૧ માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ ૨૯૩૦ લોકોનો ૧૦,૯૯,૮૦૦નો દંડ કરાયો હતો.સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં મે-૨૦૨૨ના માસમાં ૩૮ વાહનો ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના ૨૯૩૦ લોકો સામે કેસ કરીને રૂ. ૧૦.૯૯ લાખનો દંડ લોકો પાસે વસૂલાયો હતો.

10.99-lakh-fine-for-violating-traffic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *