જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલે વ્યવસ્થાઓની સમીક્ષા કરી
ગિરગઢડા
ભરત ગંગદેવ.
સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદનના કાર્યક્રમની રિહર્સલ યોજવામાં આવી હતી. જેમાં સુરક્ષા દળના જુદા- જુદા પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ યોજવામાં આવી હતી.
આ રિહર્સલમાં જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલે સદભાવના ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ સાથે નિવાસી અધિક કલેકટર બી.વી. લીંબાચીયા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત અધિકારીઓ સાથે યોગ્ય વ્યવસ્થા કરવા માટે ચર્ચા – વિચારણા કરી હતી. તેમજ કલેક્ટર એ સબંધિત અધિકારી ઓને મંચ સુશોભન, બેઠક સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન કોવીડ-૧૯ પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમો ટૂંકાવવાનું નકકી કર્યું છે.
Attachments area

