Gujarat

હત્યાના ગુનાનો ૬ વર્ષથી ફરાર આરોપી ભુજથી ઝડપાયો

રાજકોટ
ગોંડલ- રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રિચાર્જ કરવાનું કામ કરતાં યુવાન અને તેના મિત્ર ઉપર ૧૦ શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરતાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. સર્વર ડાઉન હોવાથી ફાસ્ટેગ રિચાર્જ કરવાની ના પાડતા શાપરનો શખસ તેની ટોળકી સાથે બોલેરોમાં ધસી આવી તૂટી પડ્યા હતાં. ગોંડલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ગોંડલમાં રણછોડનગરમાં રહેતા અને મૂળ જામકંડોરણાના સાતુદડ ગામના કેશરીસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરના વિપુલ હકા માટીયા, ભુપત, મહેશ અને અજાણ્યા સાત શખસ હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કેશરીસિંહ ભરૂડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રિચાર્જ કરવાનું કામ કરતાં હોય ગઈકાલે બપોરે પોતે ભરૂડી ટોલનાકા પાસે ભવાની હોટલ પાસે હતા. ત્યારે આરોપી વિપુલ માટીયા તેની બોલેરો પીકઅપ ગાડી લઈ ફાસ્ટેગ રિચાર્જ કરાવવા આવ્યો હતો. પરંતુ સર્વર ડાઉન હોવાથી મેસેજ આવતા ન હોય કેશરસિંહે રિચાર્જ કરવાની ના પાડતાં આરોપી વિપુલ કેશરીસિંહ અને તેના મિત્ર ઋતુરાજસિંહને ગાળો આપી માથાકુટ કરી જતો રહ્યો હતો. ત્યારબાદ વિપુલ ગેરકાયદે મંડળી રચી અન્ય નવ શખસ સાથે ધોકા-પાઈપ જેવા હથિયારો સાથે બોલેરોમાં ધસી આવ્યો હતો અને કેશરીસિંહ અને તેના મિત્ર ઋતુરાજસિંહ પર હુમલો કરી હાથમાં પહેરેલા કડાને માથામાં માર મારતાં બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એમ.જે. પરમારે તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના મવડી ગામમાં વારસાઇ મિલકત બાબતે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા તેનો ખાર રાખી જામનગરના વકીલને કૌટુંબિક સગાએ ઝઘડો કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ જામનગર કૃષ્ણમકોલોની ૨ દિગ્વીજિય પ્લોેટ નં.૫૮માં રહેતા વકીલ અમીતભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ.૪૬)એ તાલુકા પોલીસ મથકમાં મોટાબાપુનો દીકરો પ્રવિણ ચનાભાઇ પરમાર, તેની પત્નીજ મીના પરમાર, નીરૂ ગૌત્તમભાઇ પરમાર, જીજ્ઞા પરમાર, પાયલ પરમાર અને મેઘના ગૌત્તમભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.અમરેલી તાલુકા પોલીસ સ્ટે.શનના હત્યાના ગુનામાં આજીવન કેદની રાજકોટ મધ્યરસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો કેદી નં. ૪૪૩૨૫ વરાજ ઉર્ફે વનો બાબુભાઇ નાગલા રજા પર ગયા બાદ ફરાર થઇ ગયો હતો. આ કેદી છેલ્લા ૬ વર્ષથી પોલીસ પકડથી દૂર રહી સુરત, ભુજ, ગાંધીધામ, જુદા જુદા સ્થેળે નાસતો ફરતો હતો. આ કેદીની હ્યુમન સોર્સિસથી તપાસ કરતા તે ભુજના મુંદ્રા રોડ પર નવનીતનગરમાં હકુમતસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી પોતાનું નામ બદલાવી રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા ભુજ ખાતેથી મળી આવ્યો હતો. આથી તેની ધરપકડ કરી કોવિડ ૧૯ મુજબ મેડિકલ ચકાસણી કરાવી રાજકોટ મધ્યુસ્થત જેલ ખાતે પરત સોંપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *