Gujarat

હિંમતનગરના પાલજની પરિણીતાને ત્રણ દિકરીઓનો જન્મ થતાં પતિએ ડામ દીધાં

હિંમતનગર
પાલજની પરિણિતાને ત્રણ દિકરીઓનો જન્મ થતા સાસરીયાઓની ચઢમણીથી ત્રાસ ગુજારી પતિએ ડામ દઇ માર મારી રૂ.૫ લાખ ગેરજ બનાવવા દહેજ માંગી કાઢી મૂકતા તલોદ પોલીસ સ્ટેશનમાં સાત જણા વિરૂદ્વ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પાલજની પરિણિતા જયશ્રીબેનના લગ્ન સોળેક વર્ષ અગાઉ રાજેશકુમાર રામાભાઇ પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા અને સંયુક્ત કુટુંબમાં પતિ, સસરા રામાભાઇ, સાસુ ઉષાબેન, જેઠ નરેશભાઇ, જેઠાણી ગીતાબેન, દિયર કમલેશભાઇ અને દેરાણી રંજનબેન બધા એક ઘરમાં રહેતા હતા. લગ્નબાદ જયશ્રીબેનને ત્રણ દિકરીઓનો જન્મ થતા સાસરીયાઓએ નિરાશ થઇને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું અને જયશ્રીબેનને તુ અભાગણી છે દીકરીઓને જન્મ આપે છે તેવા મહેણા ટોણા મારતા હતા. પતિ રાજેશભાઇની ચઢવણી કરતા અપશબ્દો બોલી મારઝૂડ કરતા હતા અને ત્રણેક માસ અગાઉ પતિ દારૂ પીને ઘેર આવ્યા બાદ માર મારી ચુલામાંથી સળગતુ લાકડુ લઇ બંને હાથે તેમજ ડાબા પગના તળીયે ચાંપીને ડામ આપ્યા હતા. બધાએ ભેગા મળી માર માર્યો હતો. ત્યારબાદ પતિએ નવી ગેરજ બનાવવી છે રૂ.૫ લાખ તારા બાપના ઘેરથી લઇ આવ કહી મારઝૂડ કરી કાઢી મૂકતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત જણા વિરૂદ્વ ગુનો નોંધ્યો હતો.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *