Gujarat

હું ચૂંટણી લડવાનો નથી, સંગઠનમાં કામ કરીશ ; હિમાંશુ વ્યાસ

સુરેન્દ્રનગર
વઢવાણ વિધાનસભાની બેઠક પર કાૅંગ્રેસમાંથી ૨ વખત ચૂંટણી લડેલા અને પરાજિત થયેલા મોટા ગજાના નેતા હિમાંશુ વ્યાસ કાૅંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાેડાયા હતા. ભાજપમાં જાેડાયા છે પરંતુ ચૂંટણી નહીં લડીને સંગઠનમાં રહી કામ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે ત્યારે કાૅંગ્રેસના મોટા ગજાના નેતા ભાજપમાં જાેડાયા છે. આ પક્ષપલટાથી કાૅંગ્રેસને ફટકો પડશે, તેવી ચર્ચા શરૂ થઈ છે. કાૅંગ્રેસ માટે વર્ષો સુધી સક્રિય રહેલા અને ૨ વાર વઢવાણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા હિમાંશુ વ્યાસે શનિવારે ગાંધીનગરમાં કમલમ્‌ ખાતે ભગવો ધારણ કર્યો હતો. મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના વતની હિમાંશુ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૧૯૮૪માં કાૅંગ્રેસમાં જાેડાઈને ૧૯૮૯-૯૫ સુધી એનએસયુઆઈ ગુજરાતના પ્રમુખ રહ્યા હતા. તેમણે એઆઇસીસીના સેક્રેટરી તરીકે પણ પદભાર સંભાળ્યો હતો. હિમાશુંભાઈ વ્યાસે જણાવ્યું હતું કે હું કાૅંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો છું. કાૅંગ્રેસ છોડવા પાછળ કોઈ કારણ નથી અને ભાજપમાં હું ચૂંટણી લડવાનો નથી. સંગઠનમાં રહીને પક્ષ માટે કામ કરીશ.ભાજપમાંથી છૂટા પડેલા ધ્રાંગધ્રા એપીએમસીના ડાયરેક્ટરને આપે ટિકિટ આપી ધ્રાંગધ્રા એપીએમસીના ડાયરેક્ટર વાલજીભાઈ પટેલ થોડાં વર્ષ પહેલાં કાૅંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. એપીએમસીના ચૅરમૅનની ચૂંટણી સમયે ઉમેદવારી મુદ્દે નારાજ થતાં સપ્તાહ પહેલાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત કર્યા બાદ એકાએક આપ દ્વારા ધ્રાંગધ્રાના ઉમેદવાર તરીકે વાલજીભાઈની જાહેરાત કરાઈ હતી.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *