Gujarat

હોસ્પિટલમાંથી બાળકો સહિત ૭૫ના દિલધડક રીતે કરાયું રેસ્ક્યુ

અમદાવાદ
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રણ વર્ષમાં બીજી વખત મોટી આગ લાગી હતી. ત્રીજા માળે એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા આખા બિલ્ડીંગમાં અફરાતફરી મચી હતી. આગનો ધુમાડો જાેતજાેતામાં આખા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયો હતો. આ કારણે કોમ્પલેક્સમાંની દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી ગઇ હતી. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી ૧૩ જેટલા નવજાત બાળકો તથા માતા સહીત ૭૫થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરીને ૫૦૦ મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે ૨ લિફ્ટનો પણ ઉપયોગ કરાયો હતો. શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના ત્રીજા માળે એક કંપનીના સર્વરરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે ફાયર વિભાગની ૧૨ જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. આ કોમ્પલેક્સમાં અગાઉ પણ આગ લાગી હતી. પરંતુ ખરેખર બીજા માળે આગ લાગી હતી અને એનો ધુમાડો ચોથા માળે આવતા અમે લોકો ધાબા પર જતા રહ્યા હતા. ત્યારે બીજી તરફ નાના બાળકો છે તેમને ફાયરની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ તમામને અમારી બીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોઈપણ જાનહાનિ કે કોઈને પણ અસર થઇ હોય તેવું જાણવા મળ્યું નથી આગ લાગી ત્યારે હું તે જગ્યાએ ઉપરના માળે હાજર હશો. હોસ્પિટલમાં લગભગ ૨૩ જેટલા દર્દીઓ હતા, બીજા ઓપીડીમાં આવ્યા હતા. આગ હોસ્પિટલમાં નહીં પણ નીચે એકાઉન્ટન્ટની ઓફિસમાં લાગી હતી. ચિલ્ડ્રન હોસ્પિટલના બાળકોને અને પેરેન્ટ્‌સને આપણે ધાબા પર લઈ જઈ હાઈડ્રોલિકથી મદદથી રેસ્ક્યુ કરી લીધા હતા. ફાયર સેફ્ટીની સુવિધા હતી અને તેમની સિસ્ટમની મદદથી પણ આપણે આગ બુઝાવી છે. તમામ દર્દીઓને રેસ્ક્યુ કરીને હાલ એસ.વી.પી તથા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ કયા કારણોથી લાગી તે તપાસનો વિષય છે. વર્ષ ૨૦૧૯માં આ જ દેવ કોમ્પ્લેક્સમાં આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉપર આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. ત્રણ બાળકોને બચાવી લેવાયા હતા. ત્યારબાદ બી.યુ પરમિશન પણ રદ કરવામાં આવી હતી. ત્યારે સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી અને જે તે સમયે જ્યાં દર્દીઓને હાલાકી ન પડે તેવા એક વિભાગ અથવા રૂમને સીલ કરવાની કાર્યવાહી પણ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *