Gujarat

 ૨૬/૦૩/૨૦૨૨ ના શનિવારના રોજ આમરણાંત ઉપવાસ કરતા અને સરકાર દ્વારા કાયદા નો કોરડો વિજી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવેલ નિલમબહેન મકવાણા ને તેમના ભાઈ દ્વારા સેન્ટ્રલ જેલમાં મુલાકાત કરવામાં આવી

જેમાં નિલમબહેન તેમના ભાઈને જોતાં જ ખૂબ જ ભાવનાવશ અને લાગણીવશ થઈ ગયા અને બાદમાં પોતાના ઉપર સંયમ મેળવી તેઓએ પોતે મક્કમ પણે જણાવેલ છે કે,
હું કોઇ પણ સંજોગોમાં જાત મુચરકા સિવાયના જામીન આપવાની નથી ઉપવાસ ના ત્રણ દિવસ પૂર્ણ થયા હોવા છતાં હું મારા નિર્ણય ઉપર મક્કમ છું
તેમ જ નિલમબહેને ગુજરાત પોલીસ માટે સંદેશો આપેલ છે કે,
” મને પૂર્ણ વિશ્વાસ છે સમગ્ર ગુજરાત પોલીસ મારી સાથે છે, અને ગુજરાત પોલીસને મારા ઉપર જે અપેક્ષાઓ છે તેમાં હું ખરી ઉતરીશ તેમ જ ગુજરાત પોલીસ ના મારા સ્નેહી ભાઈઓ બહેનો  તમે ભલે મારા સમર્થન મા ખુલીને બહાર ન આવી શકો પરંતુ તમે તમારા પરિવાર ને ચોક્કસથી મને સપોર્ટ મળે અને સરકારને મારી માગણીઓ સાભળવી જ પડશે જો મારો પોલીસ પરિવાર ખુલીને મારા સમર્થનમાં નહીં આવે અને ઓક્ટોબર મહિનામાં  જે માહોલ સર્જાયો હતો તેવો નહીં સર્જાય તો સરકાર મારા અડગ ઈરાદા અને ગુજરાત પોલીસની ભાવનાઓને કચડી નાખશે “
વધુમાં નિલમબહેનના ભાઈ દ્વારા નિલમબહેનને ઉપવાસ તોડવા માટે સરકાર કે તંત્ર તરફથી કોઇ જબરદસ્તી કે યાતનાઓ આપવામાં આવે છે તે બાબતે પુછતા નિલમબહેને જણાવ્યું કે,
જુદા જુદા અધિકારીઓ દ્વારા તેઓને સમજાવવામાં આવી રહ્યાં છે કે સરકાર સકારાત્મક છે અને એકાદ મહિના મા પોલીસ વિભાગની તમામ માગણીઓ પૂર્ણ થનાર છે જેથી તમો આ ઉપવાસ ખોટાં કરી રહ્યાં છો જેથી નિલમબહેને તમામ અધિકારીઓ ને જવાબ આપેલ છે કે,
“સરકાર સકારાત્મક હોત અને પોલીસ વિભાગની માગણીઓ સ્વીકારવા માગતી હોય તો પોલીસ ગ્રેડ પે માગણીઓ કરનાર કર્મચારીઓ ની બદલીઓ કરવાની શિક્ષાત્મક પગલાં લેવાની કોઈ જરૂરિયાત નહોતી જો સરકાર પોલીસની વેદનાઓ સમજતી હોય તો પોલીસની વેદનાઓ ને વાચા આપી સરકારને ધ્યાન દોરનાર કર્મચારીઓ નું જાહેરમાં સન્માન કરવાની જરૂર હતી, તેની જગ્યાએ કમિટી ની જાહેરાત કરી નિયત સમયમાં લાભો આપવાની જગ્યાએ પોલીસ ગ્રેડ પે માગણીઓ કરનાર પોલીસ કર્મચારીઓ ઉપર આકરાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલ હોય અમો ને સરકારનો ઈરાદો અને નિષ્ઠા પ્રત્યે સંપૂર્ણ શંકા છે “
જેથી સમજાવવા આવેલ તમામ અધિકારીઓ નિલમબહેનના અડગ ઈરાદા સામે વામણા પુરવાર થયેલ
બાદમાં નિલમબહેને ભાવુક થઈ ને આંખો મા અશ્રુ સાથે તેમના પોતાના ભાઈ અને પોતાના પરિવારની માફી માગેલી અને જણાવેલ કે,
“મારાં પોલીસ પરિવાર પ્રત્યેની લાગણી અને જવાબદારી ઓ ને કારણે હું તારી અને આપણાં પરિવારની જવાબદારીઓ નિભાવી શકતી નથી તમે મને માફ કરજો”
આમ જેલ મુલાકાત દરમિયાન  નિલમબહેન અને તેમના ભાઈ બંને એકદમ ભાવુક થઈ ગયેલા અને બંને હિબકે ચડ્યાં તથા નિલમબહેનને લાગણીઓ નો ડૂમો ભરાઇ જતાં કંઈ બોલી શકેલ નહીં અને આમ મુલાકાત પૂર્ણ થયેલ.નીલમબેનના ઉપવાસને ચાર દિવસ થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *