રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત જિલ્લાકક્ષાનો કરાથે સ્પર્ધા છોટાઉદેપુર યુનાઈટેડ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમના મુખ્ય મહેમાન છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ સિંહ ચૌહાણ મુખ્ય મહેમાન હતા, અને આ કરાથે સ્પર્ધા માં કુલ ૯૬૦ જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું અને કુલ ૫૭૦ રમતવીરોએ અલગ-અલગ કેટેગરીમાં બાળકો અને બાળાઓએ ભાગ લીધો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લો રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર હોવાના કારણે અયના બાળકો અને બાળાઓ ફુટબોલ તેમજ ક્રિકેટ જેવા રમત માં બાળકો વધુમાં વધુ આ રમતને પસંદ કરતા હોય છે પરંતુ હવે કરાથે સ્પર્ધામાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરના બાળકો અને બાળાઓ આ રમત માં ભાગ લેતા હોય છે , અને આ કરાથે સ્પઘા માં જે બાળકો તથા બાળાઓ નો પ્રથમ નંબર આવશે તે બાળકો અને બાળાઓ દ્વારા સ્ટેટ લેવલે ભાગ લેશે અને ત્યાં પ્રથમ નંબર લાવીને છોટાઉદેપુર જીલ્લા નું નામ રોશન કરશે તેઓ જિલ્લા કરાથે કન્વીનર જાબીર હુસેન મલેક દ્વારા જણાવેલ હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


