Gujarat

MD Dermatology Venerology and Leprosy (Gold medalist )બનીને લોહાણા સમાજ નું નામ રોશન કરતી ડૉ. જૂહી ચંદ્રાણી

विद्यां ददाति विनयं विनयाद् याति पात्रताम्।
पात्रत्वात् धनमाप्नोति धनात् धर्मं ततः सुखम्।।
   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
જ્ઞાનથી વિનય આવે, વિનયથી યોગ્યતા, યોગ્યતાથી ધન, ધનથી ધર્મ  અને ધર્મથી સુખ ની પ્રાપ્તિ થતી હોય છે.જ્ઞાનથી સુખ પ્રાપ્તિ સુધીની સફરમાં મક્કમ પણે આગળ ચાલતી ડૉ.જુહી નો જન્મ જ એવા પરિવારમાં થયો જ્યાં અધ્યાત્મ અને જ્ઞાન પ્રાપ્તિનું વિશેષ મહત્વ હતું. પાડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયેલા તેમના દાદા કે જેમની નિષ્કામ ભક્તિથી ઘરમાં બાળકોમાં પહેલેથી જ આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થયેલું. દાદા તેમજ પપ્પા બન્ને ખૂબ સારા કાયદાના નિષ્ણાંત વકીલ અને મમ્મી કે જેઓ વર્ષોથી લોહાણા મહિલા મંડળ વેરાવળના પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપે છે તેઓ education field સાથે જોડાયેલા છે.Lakhotia computer center અને UCMAS નું સફળ સંચાલન તેઓ વર્ષોથી કરી રહ્યા હોય, બાળપણથી જ જુહી અને તેના ભાઈ મંથનને શિક્ષણનું મહત્વ તેમના મમ્મી તરફથી ગળથુથીમાં મળ્યું તેમ કહીયે તો ચાલે.
બાળપણ થી જ ખૂબ તેજસ્વી એવી
જૂહી એ આ સાતત્યતા જાળવી રાખી અને પોતાની અથાગ મહેનતથી 10th,12th, MBBS અને MD માં ખૂબ સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઈને માતા પિતા પરીવાર સાથે લોહાણા સમાજનું નામ રોશન કર્યું.
MD dermatology ની final exam માં અને સ્પેશ્યલી practical exam માં ડોક્ટર્સ ની બેચ ને પોતાની બુદ્ધિક્ષમતા થી ખૂબ પ્રભાવિત કરીને ડૉ. જૂહી યુનિવર્સિટી પ્રથમ આવ્યા અને ગોલ્ડ મેડલ ના હક્કદાર બન્યા.
જે ઘરમાં મોટી બહેન કે મોટો ભાઈ ખૂબ મહેનતું અને તેજસ્વી હોય તેની અસર તેમના નાના ભાઈ બહેન પર પણ પડતી જ હોય છે. ડૉ. જૂહી નો નાના ભાઈ ડૉ. મંથને પણ હમણાં જ MBBS ની પરીક્ષા પ્રમુખ સ્વામી મેડિકલ કૉલેજ માંથી ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરી.
પૈસા વારસામાં મળે તે કદાચ નસીબની વાત હોય શકે  પણ શિક્ષણ વારસા માં મળે તે તો આપણા હાથની જ વાત છે.
આ તકે શિક્ષણની સરવાણી લોહાણા સમાજના બધા જ  પરિવારોમાં વહેતી રહે અને આ રીતે જ્ઞાતિ ગૌરવ વધારે તેવી લોહાણા સમાજના આગેવાનોએ/શ્રેષ્ઠીઓ એ તથા વિશ્ર્વના લોહાણા સમાજની માતૃસંસ્થા  લોહાણા મહાપરીષદ ના પ્રમુખ  સતિષભાઈ વિઠલાણી, વેરાવળથી  વિક્રમભાઈ તન્ના, મુકેશ રૂપારેલિયા, તાલાલાથી  યોગેશભાઈ ઉનડકટ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

IMG-20220430-WA0460.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *