અંકલેશ્વરમાં 6 વર્ષમાં 5500 થી વધુ દર્દીઓ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ નવજીવન આપ્યું છે.2016 પહેલા ભરૂચ જિલ્લા માં શરીર ના મહત્વપૂર્ણ અંગ એવા હાર્ટની સારવારને સર્જરી માટે દર્દીઓને સુરત અથવા વડોદરા, અમદાવાદ જેવા શહેરો માં જવું પડતું હતું અત્યંત મોંઘી એવી સારવાર ને લઇ લોકો માટે ઉદ્દભવતી સમસ્યા અંગે મર્હુમ સાંસદ અહેમદભાઈ પટેલ અને સરદાર પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા ચિંતા વ્યક્ત કરી જિલ્લામાં સૌ પ્રથમ વખત હાર્ટ સર્જરી માટે અત્યંત આધુનિક સારવાર અંકલેશ્વર ખાતે ઉભી કરી જેને લઇ આજે 6 વર્ષ એ ભરૂચ, નર્મદા જિલ્લાના 5500 થી વધુ દર્દીઓને નવ જીવન મળ્યું છે.
સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સરકારની આયુષ્માન યોજના માં 2936 જેટલા દર્દીઓ તેમજ હોસ્પિટલ માં યોજના સિવાય ના 2460 જેટલા દર્દીઓ ન પોતાના હાર્ટ સબંધિત સારવાર કરાવી છે. હોસ્પિટલ દ્વારા જિલ્લા હૃદય રોગ થી પીડાતા દર્દીઓને શોધવા માટે અત્યાર સુધી હોસ્પિટલ ખાતે 29 અને ટ્રાયબલ વિસ્તાર એવા ડેડીયાપાડા, નેત્રંગ,વાલીયા, સુરતના કીમ, કોસંબા, સહીત મથક માં કેમ્પ યોજી હાર્ટને લગતા દર્દીને સારવાર ઉપલબ્ધ કરાવી છે. હોસ્પિટલ ખાતે એન્જોગ્રાફી 4788 દર્દી,એન્જોપ્લાસ્ટી ના 604 દર્દી. પી.ઓ.બી.એ આ 38, ટીપીઆઈના 61 અને એ.એ.બી.પી માં 10 થી વધુ દર્દી મળી અત્યાર સુધી 5501 દર્દી સારવાર આપવામાં આવી છે.
