Gujarat

અંગ્રેજાેના જમાનાથી ચાલતા મોડેલમાં પરિવર્તન કરીશું, જેલોને અત્યાધુનિક બનાવાશે ઃ અમિત શાહ

અમદાવાદ
અમદાવાદ શહેરમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ૨૦૨૨ આજથી ૬ સપ્ટેમ્બર સુધી યોજાશે. ગુજરાત પોલીસ જેલ વિભાગ અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ વર્ષ બાદ ગુજરાતને આ મીટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. જેમાં ૧૯ રાજ્યોમાંથી આવેલા ૧૦૩૧ જેલ અધિકારીઓ અને કર્મીઓ ૧૮ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે. હાલમાં કાંકરિયા ખાતેના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોના પોલીસ કર્મીઓ હાજર થઈ ગયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મીટમાં ઉપસ્થિત રહ્યાં છે. તેમણે ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું હતું કે, પ્રશ્નોતરી, કોમ્પ્યુટરી, સ્વચ્છતા,જેલ,વોલીબોલ,કબબડી,દોડ,ઊંચી કુદ સહિત અનેક સ્પર્ધા છે.દેશમાં જેલને અત્યારે નકારાત્મક માનવામાં આવે છે પરંતુ જેલમાં સુધારા કરીને જેલને યોગ્ય બનાવવી જેમાં જેલમાં હોસ્પિટલ,લાયબ્રેરી, સારું વાતાવરણ હવે ઉભું કરવું જાેઈએ.જેલની સુવિધાઓને રાજ્ય મહત્વ આપે તે જરૂરી છે જેથી મોદી સરકાર આવ્યા બાદ ૨૦૧૬માં જેલ મેન્યુઅલની જગ્યાએ મોડલ જેલ મેન્યુઅલ આવ્યું છે. દરેક રાજ્ય આ મોડલ સ્વીકાર કરે તેવો મારો આગ્રહ છે.જેલની નિરીક્ષણ માટે નિયમાવલી બનાવી છે.મોતની સજા મળેલી કેદીઓના અધિકારીઓ શુ હોય તથા અન્ય માહિતી આ મોડલમાં આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, વીડિયો કોન્ફરન્સની સુવિધા દરેક રાજ્યોએ જેલમાં કરવી જાેઈએ તેવો મારો આગ્રહ છે. નાર્કોટિક્સના ગુનામાં આવેલા લોકોને અલગ રાખવાની વ્યવસ્થા જેલમાં કરવી જાેઈએ. અમે હવે એક મોડલ એક્ટ પણ લાવવા જઈ રહ્યા છીએ.અંગ્રેજાે ના જમાનાથી ચાલતા મોડલમાં પરિવર્તન લવાશે.૬ મહિનામાં જ પરિવર્તન આવશે અને જેલોને અત્યાધુનિક બનાવાશે. અત્યારે તમામ રાજ્યો સાથે વિગતે ચર્ચા ચાલી રહી છે.હાર અને જીત સ્વીકારતા ખેલથી જ આવી શકે છે.બહારથી આવેલા લોકોને સોમનાથ,દ્વારકા અને કેવડિયા માટે ગુજરાત સરકાર ખાસ વ્યવસ્થા કરશે. આ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ૨૦૧૬માં તેલંગાણા ખાતે આ મિટ યોજાઈ હતી. ૨૦૨૨માં આ મીટ અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. જેમાં યોજાનારી વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અધિકારીઓ અને કર્મીઓને ટ્રોફી તેમજ મેડલ પણ આપવામાં આવશે.અત્યાર સુધી દેશભરમાં કુલ ૫ ઓલ ઇન્ડિયા મીટ યોજાઈ છે. ત્યારે ૧૫ વર્ષ બાદ ફરી ગુજરાતમાં આ મીટ યોજાવા જઈ રહી છે.

Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *