Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે, ૪ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું

અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. તેઓ કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસીય સમારોહમાં ૧૯ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ અધિકારીઓ ભાગ લેશે. તેમણે આજે અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ચાર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું છે. શહેરમાં ઘાટલોડિયા, થલતેજ, વાડજની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૨૨ અનુપમ સ્માર્ટ શાળાઓ ખુલી છે. આજે ચાર શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. તેનો ફાયદો ૩૨૦૦થી વધુ બાળકોને મળશે.અમિત શાહે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમુક લોકો પાંચ વર્ષ સુધી દિવસ રાત જાેયા વગર મહેનત કરે છે. નવા લેંઘા ઝભ્ભા પહેરીને વચનની લ્હાણી આપે છે. પહેલા રથયાત્રા બંધ કરાવવી પડતી હતી. મારી બહેનો પોતાના પતિ કરફ્યુમા પાછા કેમ આવશે તેની ચિંતા રહેતી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં દાણચોરોના રાજ આપણે જાેયા છે. કોંગ્રેસીયાઓ ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા કરી ગયા હતા જે આપણે શૂન્ય બરાબર કર્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસીયાઓ ફરી નીકળી પડશે. જાતિવાદની વાત કરશે અને લાલચ આપશે. ભુપેન્દ્રભાઈએ જેટલું ભંડોળ મળ્યું તે સમયસર વાપર્યુ છે. આજે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યય શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ભૂલથી કોંગ્રેસને ના આવવા દેતા ઘરના વડીલોને પૂછજાે ભૂતકાળ શુ હતો અને ભાજપ આવ્યા બાદ કેટલું પરિવર્તન આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા રૂ. ૯.૫૪ કરોડના ખર્ચે નારણપુરા ગુજરાતી શાળા નંબર ૬, થલતેજ શાળા નંબર બે ઘાટલોડિયા શાળા નંબર બે અને ગાંધીનગર શાળા નંબર બે એમ કુલ ચાર સ્કૂલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આજે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નવાવાડજ વિસ્તારમાં ગાંધીનગર શાળા નંબર ૨નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાઓ તેમણે જાેઈ હતી અને ત્યારબાદ સ્કૂલમાં હાજર રહેલા બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. બે બાળકીઓ સાથે તેઓએ વાતચીત કર્યા બાદ બંને સાથે તેઓએ હાથ પણ મિલાવ્યા હતા.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *