પૂજ્ય ભયલુબાપુએ રાણપુરમાં રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે પધરામણી કરી..
કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી સહીતના આગેવાનોએ ભયલુબાપુ નુ ભવ્ય સ્વાગત કર્યુ..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મિલેટ્રી રોડ પર આવેલ પ્રખ્યાત રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પુજ્ય ભયલુબાપુ એ પધરામણી કરી.છેલ્લા કેટલાય વર્ષૉથી સામાજીક અને સેવાકીય કાર્યો સાથે જોડાયેલા અને દરેક સમાજને સાથે રાખી ને ચાલનાર રીયલ સ્પીનટેક્સ કંપનીના માલીક અને યુવા ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણી ની કંપની રીયલ સ્પીટેક્સ ખાતે શ્રી ભયલુબાપુ પધારતા તેઓને કૌશરભાઈ કલ્યાણી દ્વારા સાફો પહેરાવી સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભુપતભાઈ ધાધલ,હરીરામબાપુ દેશાણી,રાણપુર પી.એસ.આઈ.,નરેન્દ્રભાઈ દવે,બાપાલાલ પરમાર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.આ પ્રસંગે પૂ.ભયલુબાપુ એ કંપની નિહાળી ખુબજ રાજીપો વ્યક્ત કર્યો હતો.અને ઠાકરના આશિર્વાદ આપ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

