રાજકોટ રામનાથપરા રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે ને મળેલ સયુંકત હકીકત આધારે રામનાથપરા શેરીનં.૧૨ ચીસ્તીયા એપાર્ટમેન્ટની સામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) ફીરોજ હાજીભાઇ સોઢા ઉ.૫૪ રહે.રામનાથપરા શેરીનં.૧૨ ચીસ્તીયા એપાર્ટમેન્ટની સામે રાજકોટ (૨) રાજેશ ઉર્ફે ભોપલો કિશોરભાઇ ચાવડા ઉ.૩૫ રહે.બ્લોક નં.૪૯ ગોપાલ રેસીડેન્સી બેડી ચોકડી પાસે મોરબી રોડ રાજકોટ. કુલ બોટલ નંગ-૨૪૦ કિ.૩૨,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

