અમદાવાદ
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વકર્યું છે અને ગઈકાલે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં નોધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેર અને જિલ્લામાં ૪૦૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં ૪૫ દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે. શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ અમદાવાદમાં એકપણ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી.અત્યાર સુધીમાં શહેરમાં ૫૦ ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી ૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે. શહેરમાં આજે નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૨ ઘરોના ૧૨૯ જેટલા લોકોને મૂકવામાં આવ્યા છે. જેમાં શાહીબાગમાં અરિહંત ટાવરમાં ૦૪ ઘરોમાં ૧૬ વ્યક્તિ, અમરાઈવાડીમાં કેશવબાગ એપાર્ટમેન્ટમાં ૪ ઘરોમાં ૧૫ વ્યક્તિ, બોડકદેવમાં શિવાલીક લેગસીમાં ૧૨ ઘરોમાં ૫૩ વ્યક્તિ, સોલા ભાગવતમાં સુદર્શન પ્રાઈમમાં ૧૨ ઘરોમાં ૪૫ વ્યક્તિને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૮ નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેર-જિલ્લામાં રાજ્યના સૌથી વધુ ૪૦૪ નવા કેસ નોંધાયા છે. આજે વલસાડમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું છે. જ્યારે ૯ જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીતરફ આજે ઓમિક્રોનનો પણ એકપણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ ૧૩૬ કેસમાંથી ૬૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે.ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં હાલમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષ સ્થાને હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત સિવિલના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો તથા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અંગેની સમીક્ષા કરવામાં આવી છે.


