અમદાવાદ
આજના યુગમાં લોકોમાં માનવતા, કરુણા, માન-મર્યાદાનો અભાવ જાેવા મળી રહ્યો છે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખરાબ કાર્ય કરતા સહેજ પણ ગભરાતો નથી ડરતો નથી અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક મારફત યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. યુવકે શરૂઆતમાં લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપતાં યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી યુવતીનો વર્ષ ૨૦૧૯માં ફેસબુક મારફત એક યુવક સાથે સંપર્ક થયો હતો. ફેસબુક પર અનેક વખત વાતચીત થાય બાદ બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં તેઓ ટેલિગ્રામ અને વ્હોટ્સઅપ પર વાતચીત કરતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી. જાેકે બે વર્ષ પહેલાં આરોપી યુવકે યુવતીને ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાસે મળવા બોલાવતાં તેઓ મળ્યા હતા. બાદમાં તેઓ વચ્ચે સોશિયલ મીડિયામાં વાતચીત થતી હતી. જાેકે ફરિયાદીના પતિ સવારે નોકરી જતા હોવાની જાણ આરોપીને થતાં તે પોતાની ફોર-વ્હીલ કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવતો અને ફરિયાદીની સાથે લગ્ન કરવાની ખાતરી આપીને વિશ્વાસ કેળવ્યો હતો. જાેકે ગત મહિને ફરિયાદી યુવતીના પતિને નાઈટ શિફ્ટ હોવાની જાણ થતાં આરોપી તેના ઘરે આવ્યો હતો અને ફરિયાદીને મકાનના બીજા રૂમમાં લઇ જઇને લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપી યુવતીને અવાર નવાર મળવા માટે બોલાવતો હતો. પરંતુ જાે યુવતી કોઈ જવાબ ના આપ તો તેના મકાન પાસે આવી જતો અને ડોર બેલ વગાડીને યુવતીને પરેશાન કરતો હતો. અને યુવતી સાથે વાતચીત કરવા માટે દબાણ કરતો હતો. આમ ફરિયાદીની દીકરી બહાર ગઈ હતી ત્યારે પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં તેઓ વચ્ચેની વાતચીતની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધીને બદનામ કરવાની ધમકી આપતા, અંતે યુવતી એ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરીને પોલીસને આ બાબતની જાણ કરી હતી. હાલમાં પોલીસે યુવતીની ફરિયાદ દાખલ કરીને આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


