Gujarat

અમદાવાદની સગીરાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરાયું

અમદાવાદ
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાને તેના જ કાકાના મિત્રએ ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં આરોપીઓ અટક્યા નહીં અને આરોપી સાગરના મિત્રએ તેને બ્લેકમેઇલ કરી દહેગામ ખાતે એક બિલ્ડિંગના ભોયરામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે દુષ્કર્મ આચરનાર બે સહિત ૩ શખસો સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોધાયો હતો. સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં સગીરાના કાકાના મિત્ર તેના પરિચયમાં આવ્યા હતા. આ કાકાના મિત્ર સાગર પટેલ(રહે.સરદાર બંગ્લોઝ, ઠક્કરનગર) સગીરાને ધમકાવી હતી અને “તું મારા સાથે સેટીંગ નહીં કરે તો તારા ઘરવાળાને મારી નાખીશ”. સાગરે તેના જ ઘરમાં સગીરા સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતુ. સાગરે દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. સાગરે આચરેલા દુષ્કર્મના થોડા સમય બાદ એટલે કે ૨૦ દિવસ પહેલા રાજ્ઞેશ ધાનાણીએ પણ સગીરાને ધમકી આપી હતી. સગીરાને કહ્યું કે, તું મારા સાથે ફ્રેન્ડશીપ કર નહીં તો ” તુ સાગરને મળવા ગઇ હતી તે વાત ” તારા ઘરે કહી દઇશ તેવી ધમકી આપી હતી. સાગરે આચરેલા દુષ્કર્મની જાણ રાજ્ઞેશને કેવી રીતે થઈ તે વાતે તે ગભરાઇ ગઇ હતી. રાજ્ઞેશે કરેલા બ્લેકમેઇલમાં સગીરા ફસાઇ ગઇ હતી અને ધમકીથી વશ થઇ રાજ્ઞેશ અને તેના મિત્ર ધુવીક ઉર્ફે ડીડી સાથે એક કારમાં બહાર નીકળી હતી. આરોપીઓ કાર લઇ દહેગામ રિંગ રોડ સર્કલ નજીક આવેલા એક બિલ્ડિંગના પાર્કિંગમાં લઇ ગયા હતા અને ધ્રુવીક બહાર ઉભો રહ્યો હતો અને રાજ્ઞેશે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સતત રાજ્ઞેશ, સાગર અને તેના મિત્રો મળી સગીરાને વધુ બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી. આમ ડરી ગયેલી સગીરા પર એક પછી એક મિત્રઓ દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જાેકે આખરે કંટાળી જતાં સગીરાએ તેના પરિવારને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ જે ચૌહાણે જણાવ્યું હતુ કે, આ અંગે દુષ્કર્મ, ધમકી અને પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓને જાણ થતાં આરોપીઓ ભાગી ગયા હતા.અમદાવાદના કૃષ્ણનગરમાં ૧૪ વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરતા ૩ આરોપીની પોલીસે કરી ધરપકડ હતી. આરોપીઓ સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરીને દુષ્કર્મ આચરતા હતા.પોલીસે હાલ ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓમાં સગીરાના કાકાનો મિત્ર પણ સામેલ છે. પોલીસે પકડેલા આરોપી સાગર પટેલ, રાજ્ઞેશ ધાનાણી અને ધ્રુવીક ઉર્ફે ડીડી ઢાંકેચાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ૧૪ વર્ષીય સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરતા હતા. ઘટનાની વાત કરીએ તો આ ત્રણેય આરોપી સગીરાને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચરતા હતા. સગીરા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.

Misdemeanor-by-blackmailing-14-year-old-Sagira.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *