અમદાવાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૪૨ વર્ષિય પરિણીતા તેના ત્રણ બાળકો સહિત પરિવારજનો સાથે રહે છે. લગ્નના ૨૨ વર્ષ બાદ પરિણીતાને પાડોશી યુવક સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંને એકબીજા સાથે વાતચીત કરતાં તેમજ ફરવા માટે પણ જતાં હતાં. પ્રેમ સંબંધને એક વર્ષ પૂર્ણ થયા બાદ મહિલાએ તેના પતિ અને બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી પ્રેમીએ લગ્ન કરવાની હા પાડી હતી. બાદમાં બંને સાથે ભાગી જવાનું પણ નક્કી કર્યું હતું. જેથી પરિણીતા બાળકો અને પતિને છોડીને પ્રેમીએ કહેલ જગ્યાએ પહોંચી હતી. પરંતુ ત્યાં પ્રેમી હાજર નહોતો. જેથી પ્રેમિકાએ પ્રેમીને ફોન લગાવતાં સ્વીચ ઓફ આવતો હતો. પ્રેમીએ દગો કર્યો હોવાથી પરિણીતા સાબરમતિ નદીમાં આપઘાત કરવા પહોંચી હતી. જ્યાં એક યુવક નદીમાં આપઘાત કરવા જઈ રહેલી આ પરીણિતાને જાેઈ જતાં તેને પકડી પાડીને બચાવી લીધી હતી અને ૧૮૧ અભયમ હેલ્પલાઈનને ફોન કર્યો હતો. જેથી હેલ્પલાઈનની ટીમે ઘટના સ્થળે પહોંચીને પરિણીતાને સમજાવીને પ્રેમી વિરૂદ્ધ કાયદાકિય પગલાં લેવા સલાહ આપી હતી. બાદમાં પરીણિતાના પતિનું કાઉન્સેલિંગ કરીને પત્નીને અપનાવી લેવા માટે સમજાવીને સમાધાન કરાવ્યું હતું.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતા તેના ત્રણ બાળકો અને પતિને છોડીને પ્રેમીના કહ્યા પ્રમાણે ઘર છોડીને નીકળી ગઈ હતી. બાદમાં પ્રેમીએ ફોન સ્વીચ ઓફ કરીને પરિણીતા સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. પ્રેમીએ પ્રેમમાં દગો આપ્યો હોવાથી પરિણીતા સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચી હતી. આ દરમિયાન એક યુવકે પરિણીતાને આપઘાત કરતાં અટકાવીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. ૧૮૧ની ટીમે મહિલાને સમજાવીને પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સલાહ આપી હતી.

