Gujarat

તાલાલા લોહાણા સમાજ પર પૂ. જલારામ બાપા ની અસીમ કૃપા વરસી રહેલ છે… એક સાથે ૩ CA થતા તાલાલા લોહાણા મહાજન અને સમાજ મા હરખ ની હેલી……

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
તાલાલા ગીર લોહાણા સમાજ મા અત્યાર સુધીમાં ૭૪ CA થયેલ જેમાં આજે CA ફાઇનલ નુ રિઝલ્ટ આવતા વધુ ૩ CA થતા તાલાલા લોહાણા સમાજ ના CA ની સંખ્યા જેટ ગતી એ વધી ને ૭૭ એ પહોંચી ગઈ… આજરોજ તાલાલા લોહાણા સમાજ ના વધુ ૩ CA થતા સમાજ તેમજ મહાજન મા વરસાદ ની માફક હરખ નિ હેલી વરસી રહેલ છે પૂ જલારામ બાપા ના તાલાલા લોહાણા સમાજ મહાજન પર સતત હેત વરસાવી રહેલ છે..
આજના રિઝલ્ટ મા તાલાલા ના રુસંગ સુરેશભાઈ કાનાબાર.. અભાણી હેમાલી સુરેશભાઈ… તેમજ રવિના લાખાણી જે દર્શક અશ્વિનભાઈ ગઢીયા ના વાઇફ આજરોજ CA થતા લોહાણા મહાજન ટ્રસ્ટ ના યોગેશભાઈ ઉનડકટ મુકેશ તન્ના દીપક માંડવીયા અશ્વિનભાઈ ઉનડકટ ચંદુભાઈ ગોંડેચા લલિતભાઈ રાજા નટુભાઈ કાનાબાર મનુભાઈ અને પનુભાઈ રાયચુરા અને મગનભાઈ અઢિયા એ દરેક ને શુભેચ્છા પાઠવેલ અંત મા યોગેશભાઈ ઉનડકટ એ જણાવેલ કે એજ્યુકેશન મા તાલાલા લોહાણા સમાજ એ રોકેટ ગતી એ પ્રગતિ ના શિખર સર કરી ને CA મા સદી મારવા તરફ તાલાલા ગીર નુ લોહાણા સમાજ નું યુવા ધન થનગની રહેલ છે પૂ. જલારામ બાપાની અસીમ કૃપા આમજ તાલાલા લોહાણા સમાજ પર સતત વરસતી રહે છે

IMG-20220715-WA0733.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *