Gujarat

અમરેલીમાંથી ૧૬ જુગારીઓ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા

અમરેલી
શ્રાવણ આવતા પહેલાથી જ જુગારીઓને જાણે માઝા મુકી છે ઠેર-ઠેર જૂગારીઓની મહેફિલ જામતી હોય તેમ રાજયમાંથી જુગારીઓ ઝડપાઈ રહ્યા છે અને સાથે પોલીસ પણ એકશનમાં આવી છે. ત્યારે રાજુલામા પીઆઇ એ.એમ.દેસાઇની સુચનાથી સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ વાળા, ભીખુભાઇ ચોવટીયા સહિત ટીમે અહીના મફતપરા વિસ્તારમા જુગાર અંગે દરોડો પાડયો હતો. પોલીસે અહીથી કિશોર ભાણા પરમાર, ઘનશ્યામ કેશુ ખોલીયા, ગાંધી પરશોતમ સોલંકી, મુકેશ મનુ વાળા તેમજ ગફાર જીણા પઠાણ, રફિક અબ્દુલ જુણેજા, બાબુશા વફાતીશા પઠાણ, જાવિદશા હુસેનશા કાદરી, હુશેનશા વલીશા શેખ, હનીફશા હુસેનશા કાદરી, જુશબશા અલારખશા કનોજીયા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે બંને સ્થળેથી રોકડ, મોબાઇલ, બાઇક મળી કુલ રૂપિયા ૫૨૧૦૦નો મુદામાલ કબજે લીધો હતો. આ ઉપરાંત પોલીસે ચાંચ ગામેથી ગોપાલ ઘુડા શિયાળ, અમરશી બચુ ભાલીયા, હરેશ બીજલ ચૌહાણ, કાન્તી જેરામ શિયાળ અને આશિષ ભરત ચૌહાણ નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ ૭૫૧૦ની મતા કબજે લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *