તાલાલા શહેરથી બે કિલોમીટર દૂર સાસણ રોડ પર દેવાંગી હોટલ પાસે લકઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. આ બસ સુરતથી આંકોલવાડી તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલકને પગમાં ઈજા થઈ હતી. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વધુ સારવાર માટે તેને વેરાવળ રિફર કરાયો હતો.

અકસ્માતની જાણ થતા જ તાલાલા પોલીસની 112 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બસમાં બેઠેલા મુસાફરોને અન્ય વાહનોમાં આંકોલવાડી તરફ મોકલવામાં આવ્યા હતા.

