ગાંધીનગરના પેથાપુર ખાતે ઓલા-ઉબેર ટેક્સી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઈવર સાથે ઓસ્ટ્રેલિયાના PR વીઝા અપાવવાના નામે રૂ. 12.10 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ઠગ એજન્ટ દંપતીએ નકલી દસ્તાવેજો આપી અને વાયદાઓ કરીને રકમ પડાવી લેતાં પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મંદિરમાં મુલાકાત બાદ વિશ્વાસ કેળવ્યો મૂળ ભિલોડાના નવા વણઝર ગામના વતની અને હાલ પેથાપુરમાં રહેતા ભરતપુરી અમ્રુતપુરી ગોસ્વામી અવારનવાર મોગલ માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હતા. સપ્ટેમ્બર, 2025ના રોજ ત્યાં તેમની મુલાકાત જયકુમાર મુકેશભાઈ મોદી અને તેની પત્ની ઇશાબેન સાથે થઈ હતી. આ દંપતીએ ગાંધીનગર સેક્ટર-11 અને એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે ઓફિસ હોવાનું જણાવી વિદેશ મોકલવાનો વ્યવસાય કરતા હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો.
રૂ. 50 લાખમાં સોદો અને નાણાંની ચૂકવણી દંપતીએ ફરિયાદીના ઘરે જઈ ઓસ્ટ્રેલિયા મોકલવાનો કુલ રૂ. 50 લાખમાં સોદો નક્કી કર્યો હતો. લાલચમાં આવીને ફરિયાદીએ 7 સપ્ટેમ્બર 2025ના રોજ બાનાખત પેટે રૂ. 50 હજાર આપ્યા હતા. ત્યારબાદ નોટરાઈઝ્ડ કરાર કરીને બેંક ટ્રાન્સફર અને રોકડ માધ્યમથી સગા-સંબંધીઓ પાસેથી વ્યાજે લીધેલા ટુકડે-ટુકડે કુલ રૂ. 14 લાખ દંપતીના ખાતામાં જમા કરાવ્યા હતા.

