બોડેલીના અલીખેરવા ગ્રામ પંચાયતના રાજખેરવા વિસ્તારમાં વાસમો દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઇન મા બેદરકારી દેખાઈ આવતા ગભિર બેદરકારી સામે આવી
નવા સરપંચ મોટર નાખી પાણીની લાઇન શરૂ કરવા સ્થળ પર જતા બેદરકારી સામે આવી
બોડેલી તાલુકામાં આવેલ અલીખેરવાના રાજખેરવા વિસ્તારમાં વાસ્મો દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઇન માં નાખવામાં આવી છે જે લાઇન અહી નાખવામાં આવી છે ત્યા એક સાત આઠ ફૂટ નો જ પાઇપ નો ટુકડો દબાવી અહી લાઇન ને પૂરી દેવામાં આવી છે
રહેણાંક વિસ્તાર મા ઉભા કરેલા સીમેન્ટ ના ચોરસ થાંભલા મા પાઇપ દબાવી ઉભા કરેલ લાઇન પણ તકલાદી હોવાના કારણે હજુ પાણી શરુ નથી કરાયુ ત્યાર પહેલા તુટી ગયેલા જોવા મળી રહ્યા છે
રાજખેરવા વિસ્તારના રહીસોને પડી રહેલ પાણી ની મુશ્કેલીને લઈ સરપંચ ને રજૂઆત કરાતા સરપંચ અહી મોટર નાખી અને પાણી શરૂ કરવાની કામગીરી માટે આવ્યા તો અહી નાખવામાં પાણીની લાઇનમા બેદરકારી જણાઈ આવતા તેમણે તપાસ કરી તો અહી રહેણાક વિસ્તાર થી આસરે ત્રણસો મીટર જેટલો દૂર એક બોર કરવામાં આવ્યો છે અને ત્યાથી પાઇપ દબાવી લઈ જવાયો હોય તેમ દેખાઇ રહ્યું છે
લોકોને પીવાના પાણી ની તકલીફ ના પડે તે માટે સરકાર દ્વારા નલસે જલ યોજના ચલાવાઈ રહી છે પરંતુ અધિકારીઓએ કોન્ટ્રાકટરો દ્વારા બેદરકારી દાખવવામાં આવતા લોકોને પાણી માટે સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


