Gujarat

આંબલિયાસણ તા.પં.ના કોંગ્રેસના પૂર્વ સદસ્યે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મહેસાણા
મહેસાણા તાલુકાના જાેરણંગ ગામના આંબલિયાસણ તા.પં.બેઠકના કોંગ્રેસના પૂર્વ સદસ્ય રાકેશભાઈ મિસ્ત્રીએ સોમવારે બપોરે ૧૨-૩૦ વાગ્યાના અરસામાં બહારથી કાર લઈને આવી પોતાના ઘરના પર્કિંગમાં કારમાં બેસીને કોઈ અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલી લાઈસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળીનો અવાજ આવતાં ઘરમાં રહેલી તેમની પત્ની બહાર આવીને જાેતા મોઢાથી નીચેના ભાગમાં ગોળી વાગી હતી અને લોહી નીકળતી હાલતમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. તેમના પરિવારના સદસ્યના જણાવ્યા મુજબ, હાલમાં તબિયત સુધારા પર છે.આ ઘટનાના સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી ગયા હતા અને પરિવારમાં ચાલી રહેલ મનદુઃખની બાબત ચર્ચાઈ રહી છે, ત્યારે ચોક્કસ કારણ તો યુવક ભાનમાં આવે તે બાદ જ જાણી શકાય તેમ છે કે આત્મહત્યા કરવા માટે કે પછી અકસ્માતે ગોળી છૂટી રિવોલ્વરમાંથી. મહેસાણા તાલુકાના જાેરણંગ ગામના આંબલિયાસણ તા.પં.બેઠકના કોંગ્રેસના પૂર્વ સદસ્ય રાકેશ મિસ્ત્રીએ તેની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી મોંઢાથી નીચેના ભાગે ગોળી મારી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગૃહકલેશમાં આ પગલું ભર્યું હોવાની ચર્ચા હાલ ગામલોકોમાં ઊઠી છે.જાેરણંગની હેતકૃપા સોસાયટીમાં રહેતા મિસ્ત્રી રાકેશભાઈ કનુભાઈ (૩૩) પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં આંબલિયાસણ સીટ પરથી કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જાેકે, મુદત પૂરી થાય તે પહેલાં બે થી વધુ બાળકો મામલે સસ્પેન્ડ થયા હતા.

file-01-page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *