Gujarat

આજરોજ અમરેલીમાં આમ આદમી પાર્ટી મહિલા સંગઠન તેમજ હોદ્દેદારો દ્વારા તાજેતરમાં સુરતમાં થયેલ હત્યાકાંડ સંદર્ભે આવેદનપત્ર અપાયું..

તાજેતરમાં સુરતના કામરેજમાં નરાધમ યુવક દ્વારા સરાજાહેર યુવતીનું ગળું કાપી થયેલ હત્યાકાંડમાં આરોપીને તાત્કાલિક ધોરણે કડક મા કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમા ચલાવવા અને આવા બીજા કેસો જે પેન્ડિંગ છે એમને પણ અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે આમ આદમી પાર્ટી અમરેલી મહિલા સંગઠન તેમજ હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીશ્રીને આજે અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબશ્રી હસ્તક આવેદન પત્ર આપવામાં આવ્યું.
   આ તકે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા ઉપપ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, જિલ્લા સંગઠન મંત્રી રવિભાઈ ધાનાણી, અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઉકાણી,અમરેલી શહેર મહિલા પ્રમુખ ચેતનાબેન સેંજળીયા,અમરેલી શહેર પ્રમુખ ભાર્ગવભાઈ મહેતા,જીલ્લા યુવા ઉપ-પ્રમુખ ભરતભાઈ બારોટ,CYSS શહેર પ્રમુખ ધરમભાઈ ઉકાણી, વોર્ડ પ્રમુખ વિપુલભાઈ ગજેરા, તથા ટ્રેઝરર દીપકભાઈ મહેતા તથા અન્ય કાર્યકર્તાઓ સહિતનાઓ  હાજર રહયા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220216-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *