Gujarat

 ઘાસ સળગાવ્યા નું વહેમ રાખી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે આધેડ ની ક્રૂર હત્યા કરવામાં આવી છે,

 છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના રૂમડિયા ગામે ખોટા વહેમ મા એક આધેડ ને મોતને ઘાટ ઉતારી દેવાયાની ઘટના સામે આવી છે,એક સપ્તાહ પૂર્વે ગામના શક્કડિયા રાઠવાના ખેતરમાં પડેલ ઘાસના જથ્થા મા આગ લાગી અને આગમાં ઘાસ બળીને ખાખ થઈ ગયું,અને શક્કડિયા રાઠવાને આર્થિક નુકશાન થયું ,શક્કડિયા રાઠવાની આગ લાગવાની બાબતે પોતાના અંગત વિરોધી અને કાયમ પોતાની સાથે ઝઘડો તકરાર કરતા એવા પોતાના જ પાડોશી કચુડિયા રાઠવાએ આર્થિક નુકશાન પહોંચાડવા ઘાસ મા આગ લગાડી ઘાસ સળગાવી દીધાની મનોમન શંકા થઈ..અને કચુડિયા રાઠવા સામેની શંકા ને લઈ શક્કડિયા રાઠવાએ કચુંડિયા રાઠવા ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી….આગ લાગવાની ઘટનાના પાંચ દિવસ પછી એટલેકે 11 મી ફેબ્રુઆરીના રોજ જ્યારે કચુંડિયા રાઠવા સેવજી રાઠવાના ઘર નજીકમાં એક પ્રસંગમાં આવ્યો હતો…કચુંડિયા રાઠવાને જોતાજ શક્કડિયા રાઠવા અને સેવજી રાઠવા સાથે મળી કચુંડિયા રાઠવાને પતાવી દેવાનું નક્કી કરી લીધું અને જેવો કચુંડિયા રાઠવા સેવજી રાઠવાના ઘરઆગળના RCC રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે  અચાનક કચુંડિયા રાઠવાને પકડીને પોતાના ઘરની ઓસરીમાં ખેંચીને લઈ ગયો અને ત્યાં હાજર ત્રણેય સાગરીતોએ મળીને કચુંડિયા રાઠવાને માર મારવાનું શરૂ કર્યું,જેમાં ઉશેકરાયેલા સેવજી રાઠવાએ હળ ના તીક્ષ્ણ ભાગેથી ઉપરા છાપરી એક બે નહિ સત્તાવીસ જેટલા ઘા કરતા કચુડિયા રાઠવા લોહીલુહાણ થઈ બેભાન થઈ ગયો હતો અને ત્યારે ત્યાર બાદ આ બાબતની જાણ કચુંડિયા ના પુત્રને જાણ થતા તે પોતાના પિતા પાસે પહોંચ્યો હતો અને 108 દ્વારા પ્રથમ પાનવડ ,ત્યાર બાદ છોટાઉદેપુર અને પછી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ જવાયો જ્યા બીજા દિવસે કચુંડીયાનું મોત નીપજ્યું છે, ઘટનાને લઈ મૃતકના પુત્રએ પાનવડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં શક્કડિયા રાઠવા ,સેવજી રાઠવા અને મહેન્દ્ર રાઠવાને ઝડપી પાડયા છે.

Screenshot_20220216-170817_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *