દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ તા. ૩૧મી, મેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હિમાચલપ્રદેશના સિમલાથી રાષ્ટ્રીય સ્તરના ગરીબ કલ્યાણ સંમેલનના માધ્યમથી સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ રાષ્ટ્રવયાપી સંવાદ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી. નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં સ્વામીનારાયણ સત્સંગ હોલ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં ૧૩ જુદી જુદી કેન્દ્રીયકૃત યોજનાઓના લાભાર્થીઓ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીની સાથે છોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
