Gujarat

આણંદમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપતા ધમકી મળી

આણંદ
આણંદ શહેરના મધુવન સોસાયટીમાં રહેતા કલ્પનાબહેન મુકેશભાઈ શાહના પતિનું ૨૦૧૭માં અવસાન થયું હતું. આ પહેલા તેઓ સુરત ખાતે રહેતાં હતાં. જાેકે, દસ વર્ષ પહેલા તેમને નાણાની જરૂર પડતાં તેઓએ હિતેન્દ્ર રમણ પટેલ નામના વ્યક્તિને મકાન ગીરો મુકી રૂ. એક લાખ લીધાં હતાં. બાદમાં તેઓએ લક્ષ્મીબહેન મારવાડીને મકાનનો કેટલોક ભાગ ભાડે આપ્યો હતો. થોડા સમય પહેલા કલ્પનાબહેને મકાન ખાલી કરવા લક્ષ્મીબહેનને જણાવ્યું હતું. પરંતુ તેઓ ખાલી કરતાં નહતાં. આથી, કલ્પનાબહેને કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપી હતી. આ ફરિયાદના પગલે લક્ષ્મીબહેન અને હિતેન્દ્રને મુદ્દતમાં બોલાવવામાં આવ્યાં હતાં. આથી ગુસ્સે ભરાયેલાં હિતેન્દ્ર અને લક્ષ્મીબહેને ઉશ્કેરાઇને કલ્પનાબહેનને ધમકી આપી હતી. આ અંગે કલ્પનાબહેને આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આણંદ શહેરના મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ દસ વર્ષ પહેલા ગીરવે મુકેલું મકાન ભાડુઆત મહિલાએ ખાલી ન કરતાં કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપી હતી. આ અરજીના પગલે મહિલા અને ગીરવે લેનાર વ્યક્તિએ વૃદ્ધાને ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Anand-Town-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *