Gujarat

ઈકબાલ ગોરી–પત્રકારત્વમાં બે દાયકા, રાજનીતીમાં ત્રણ દાયકા. સતત ત્રીસ વર્ષથી રાજનીતિમાં હોવા છતાં નખશિખ પ્રામાણિક અને દાગરહિત વ્યક્તિત્વ.. પત્રકારત્વ અને રાજકીય ક્ષેત્રે આટલી લાંબી મંજિલ સુધી પહોંચવા બદલ ઈકબાલ ગોરી પર રાજકીય અને પત્રકાર જગતનાં મહાનુભાવો દ્વારા શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં નાવલી નદીના કિનારે રહેતા ઈકબાલ ગોરીએ તાજેતરમાં પત્રકારત્વમાં બે દાયકા પુર્ણ કર્યા અને સાથે સાથે રાજનીતીમાં ત્રણ દાયકાની સફર પુર્ણ કરી. સતત ત્રીસ વર્ષ જાહેર જીવનમાં રહેવા છતા નખશીખ પ્રમાણિક, દાગ રહીત રહેવુ તે જ એક મોટી ઉપલબ્ધી કહેવાય. લોકપ્રશ્ને સતત મિડીયામાં અને સરકારમાં લડતાં રહેતાં ઈકબાલ ગોરીની કેટલીક અજાણી વાતો તેમની સાથે પત્રકારત્વ કરી ચુકેલા મીત્રો વર્ણવી રહ્યાં છે.
 ઈકબાલ ગોરી સાથે છેલ્લા વિશ વર્ષથી મિડીયા ક્ષેત્રે કામ કરતા સુર્યકાંત ચૌહાણ એટલે કે સંદેશ ન્યુઝ ચેનલના બ્યુરોચીફ માલિક કહે છે કે, ઈકબાલ ગોરી એટલે નાની નાની વાતમાં રીસાઈ જતો ભોળા હૃદયનો નેક ઈન્સાન. ન્યુઝ માટે દિવસ રાત દોડ્યા કરે, ધર પરીવારની ચિંતા ઓછીને ગરીબ લોકોના પ્રશ્નો માટે દોડતો માણસ.
  અમરેલી જીલ્લામાં પ્રિન્ટ મિડીયાના બાદશાહ ગણાતા મનોજ રુપારેલને ઈકબાલ ગોરી પર એવો પ્રેમ કે જો અઠવાડીયામાં એક વખત તેનુ મોઢુ જોવે નહી તો જમવાનુ પણ ન ભાવે એટલો ઈકબાલ પર સ્નેહ. મનોજભાઈ પોતાની હળવી શૈલીમાં કહે કે આ માલિક અને ઈકબાલ , જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સમાચાર લખાવ્યા જ કરશે. કોઈ દિવસ નીરાંત નહી. *ધરમાં રેશનીંગ છે કે નહી તેની ખબર ના હોય પરંતુ સિવીલ હોસ્પીટલમાં દવાનો જથ્થો નથીને દર્દીઓ હેરાન થાય છે તેની ચિંતા હંમેશા કરતા રહે.*
અકિલાના મોભી આદરણીય કિરીટકાકાને પણ ઈકબાલ પર ખુબ લાગણી છે. વિશ વર્ષથી સતત જોડાયેલો રહેલો ઈકબાલ કાકાનો લાડકો રિપોર્ટર છે.
ઈકબાલ પત્રકાર પહેલા તો રાજનીતીમાં સક્રિય હતો. એક સમય હતો કે ભાજપમાં ખુબ ઓછા લોકો લધુમતી સમાજના સદસ્યો હતા. *એ સમયે સિંકદર બખ્ત, શહેનાઝ બાબી અને ઈકબાલ ગોરી ભાજપના કાર્યકરો અને પાયાના સભ્યો હતા.*  ઈકબાલ ગોરી નેવુંના દાયકામાં ભાજપની ટિકીટ પર નગરપાલિકાની ચૂંટણી પણ લડેલાં છે. બાદમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા. હાલ કોંગ્રેસના અગત્યના કાર્યકર છે. કોંગ્રેસના જીલ્લાના હોદ્દેદાર છે. એક સમયે કોંગ્રેસના કિંગ એવા અહેમદભાઈ પટેલ અને ગ્યાસુદીન શેખ સાથે પણ ઈકબાલને અંગત ધરોબો હતો.
 આ ઉપરાંત ટીવી જર્નાલીસ્ટ મહેન્દ્ર બગડા, દિલીપ જીરુકા, કેતન બગડા, જીજ્ઞેશ ગળથિયા, હરેશભાઈ ખુમાણે પણ ગોરીમામાને વિશ વર્ષ પુર્ણ થયાના અવસરે અભીનંદન પાઠવ્યા.
ડીજીટલ મિડીયાના ઈકબાલના સાથીઓ રવિન્દ્ર યાદવ, પાંધીસર, કેયુર વ્યાસ, યશપાલ વ્યાસ, યોગેશ વગેરેએ પણ ઈકબાલ  પર અભીનંદનની વર્ષા કરી છે.
કાયમ ગોરીમામા પર વ્યંગબાણ ચલાવનાર ઈદ્રીશ જાદવ અને સોહેલ શેખ મામાને રુબરુ તેની સ્ટાઈલમાં અભીનંદન આપશે(હા..હા.હા..)
ઈકબાલના સૌથી જીગરી મીત્ર અને સતત મદદ અને હુંફ આપનાર નાસીર ચૌહાણ અને ઓસામામાએ પણ ગોરી પરિવારને શભકામનાઓ પાઠવી છે.
પત્રકારત્વમાં વિશ વર્ષ પુર્ણ કરનાર ઈકબાલ ગોરીને સમગ્ર સાવરકુંડલા પ્રેસ કલબના સદસ્યો વતી પ્રમુખ પ્રેસ કલબ ઓફ સાવરકુંડલાનાં સૂર્યકાંત ચૌહાણે ઈકબાલ ગોરીને ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20220215-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *