Gujarat

ઉના તાલુકા હેલ્થ કચેરી ખાતે એસ.બી.સી.સી. કમિટીની બેઠક મળી.. લોકોનું વલણ બદલવા આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો.

ઊના – જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.આઇ.ઇ.સી. ઓ તથા સહાયક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ એસ ભાયા,  સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દુમાતર માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ઉના ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના માહિતી પ્રસારણ અધિકારી પ્રશાંતભાઇ વ્યાસ અને તોસિફભાઈ શેખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લોકોનું વલણ બદલવાં માટે નિરંતર પ્રયાસો અને આરોગ્ય શિક્ષણ માટે આપણે શું કરી શકીએ તેની સમજણ આપવામાં આવી હતી. જિલ્લાના દરેક ગામમાં લોક આગેવાનો, ધાર્મિક નેતાઓ અને દૂધ મંડળી, રાશન શોપ ડીલર સહીતના સાથે લઈને આરોગ્યલક્ષી માહિતી અને તેને સરળ, સહજ અને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકાય તે માટે એસ.બી.સી.સી.ની કમિટીની વાત સમજાવવામાં આવી હતી.  આભાર વિધિ તાલુકા સુપરવાઈઝર  વિપુલભાઈ દ્વારા કરી હતી. આ બેઠકમાં આસપાસના આરોગ્યકેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ઉના-તાલુકા-હેલ્થ-કચેરી-ખાતે-એસ-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *