ઊના – મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર કે જેમાં ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ એ ઇસ્લામ ધર્મ માટે કુરબાની વ્હોરી હતી. જે અનુલક્ષીને ઉના પંથકના વડાલા ખાતે મુસ્લિમ યંગ કમેટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૈયદા શકિનાના નામે સબીલ બનાવી તેમાં ઇમામ હુસેનના રોઝાની કલાકૃતિ એક સોફાની ઉપર બનાવવામાં આવી હતી. અને રોઝાની સામે સલામી કરવા માટે તેમના ઘોડાને શીશ જુકાવતું દ્રશ્ય બતાવવામાં આવેલ છે. જે કલાકૃતિ જોવા ઉના શહેર તેમજ આજુ-બાજુના ગામોના લોકો દર્શનનો લાભ મેળવવા ઉમટી રહ્યાં છે.

