ઊનામાં હાલ રહેતો અને મૂળ યુપીનો યુવાનનું બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવથી પરીવારોમાં શોકપ્રસરી ગયેલ હતો. આ અકસ્માતમાં બીજા બાઇક ચાલકને પગના ભાગે ઇજા થઇ હતી.
ઊના આંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉનામાં રહેતા નિલેશભાઇ રણછોડભાઇ વાછાણી પોતાની બાઇક નં.જી.જે ૧૧ એ ૮૯૩૩ પર પોતાની પત્નિને તેડવા નગરપાલીકા ઓફીસે જતા હતા. એ દરમ્યાન ગીરગઢડા રોડ પર આવેલ મામલતદાર ઓફીસ સામે પુરપાટ ઝડપે આવતો બાઇક નં .જી.જે ૩૨ એલ ૧૦૬૪ નો ચાલક અરબાઝ પીરમહંમદ ખાન હાલ રહે. ઉના મૂળ. યુપી રાજ્યના શખ્સે નિલેશભાઇની બાઇક પાછળ ધડાકાભેર ઠોકર મારતા અરબાઝની બાઇક ફંગોળાઇ ગયેલ હતી. અને નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ બેભાન હાલતમાં ઢળી પડેલ. આ અકસ્માતની ઘટના બનતા વાહન ચાલકો તેમજ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા. અને ઇમજન્સી ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. અને ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક પ્રથમ સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હોય અને યુવાનની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરેલ અને હોસ્પીટલે પહોચે તે પહેલાજ ખાંભા ગામના રસ્તા પર અરબાઝ પીરમહંમદ ખાનનું મોત નિપજેલ હતું. આ અકસ્માતની ઘટના તેમના પરીવારજનોને યુપી જાણ કરતા પરીવારજનો શોકપ્રસરી ગયેલ હતો. જ્યારે નિલેશભાઇને પગના ગોઠણના ભાગે ઇજા થયેલ આ અંગે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.


