ઊનાના અંજાર ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા વધી ગયા હોય તેમ પશુઓ પર હુમલા કરી મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ત્યારે બે દિવસ પહેલા કનુભાઇ માલાભાઇ ઝણકાટની વાડીમાં રાત્રીના દીપડો આવી ચડતા વાછડીનું મારણ કરેલ હોય આ બાબતની જાણ ખેડૂતે વનવિભાગને કરેલ હતી. અને વન વિભાગ દ્રારા વાડી વિસ્તારમાં શિકાર સાથે પાંજરૂ ગોઠવી દીધેલ હતું. અને રાત્રીના દીપડો શિકારની લાલચે પાંજરે પૂરાય ગયો હતો. દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગે દીપડાને પાંજરા સાથે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ છે.


