ઉનાના કાણકબરડા ગામની રેશનીંગનો માલ લેવા માટે સુલતાનપુર ગામે જવુ પડે છે. ત્યારે સુલતાનપુર ગામે જવાનો ટુંકો રસ્તો માત્ર દોઢ કિ.મી.નો હોય તે ચોમાસા દરમિયાન અતિબિસ્માર બની જતો હોવાથી કાણકબરડા ગામના લોકો 6 કિ.મી. દૂર ફરીને જવાનો વારો આવે છે. ગામના રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા અવાર નવાર જઈ શકતા નથી. જેથી કાણકબરડા ગ્રામજનોની માંગ છે કે અમારા ગામમાંજ રેશનિંગની દુકાન આપવા માંગણી કરેલ છે. ગામના મોટાભાગના ગરીબ, ખેડૂતો, મજૂરો વર્ગના લોકોને માથે ઉપાડીને તેમજ વાહન મારફતે 6 કિ.મી. દૂર ફરીને જવું પડે છે. તેથી આર્થિક અને માનસિક રીતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જોકે વસ્તી મુજબ જોવામાં આવે તે સુલતાનપુર ગામની વસ્તી કરતા કાણકબરડા ગામની વસ્તી આધારે રેશનકાર્ડ ધારકો વધુ હોય આથી કાણકબરડા ગામને રેશનીંગની દુકાનની મંજૂરી આપવામાં આવે તો ખેડૂત મજુર વર્ગના લોકોને હાલાકી ભોગવી ન પડે તેને ધ્યાને રાખી તંત્ર દ્રારા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરી કાણકબરડા ગામની વસ્તી આધારે મંજૂરી આપવામાં આવે તેવી પંચાયત અને ગ્રામજનો દ્રારા મામલતદારને લેખિત રજુઆત કરી હતી. અગાઉ કાણકબરડાને મંજુરી મળી હતી. પરંતુ કોઇ કારણોસર સુલતાનપુર ગામને મંજુરી મરતા હાલ કાણકબરડા ગામના રેશનધારકોને વર્ષોથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


