ઊનાના સીમર ગામે આવેલ દરીયા કાંઠા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ હતું. દશામાના દશ દિવસના વૃત પૂર્ણ થયા બાદ લોકો દ્રારા દશામાંની મૂર્તી સીમર દરીયા કાંઠે પધરાવી દેતા મૂર્તીઓ જ્યા ત્યા રઝળતી જોવા મળેલ અને દરીયા કાંઠા વિસ્તારમાં જાણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળેલ. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે દરીયાઇ કિનારા પાસે દરીયાઇ જીવો માટે જોખમી સાબીત થઇ રહ્યુ છે.

