ઊનામાં વાલ્મીકી સમાજની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૪૦ જેટલા બાળકોને પ્રોત્સાહન ઇનામની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે વાલ્મીકી સમાજના પટેલ માવજીભાઇ અમીતભાઇ, અભિસેકભાઇ તથા કારોબારી સભ્યો, મેમ્બરો તેમજ સમસ્ત વાલ્મીકી સમાજના લોકો ઉપસ્થિતી રહ્યા હતા.


