સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત વિધાનસભાનાં ફ્લોર પર જ્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ દુધાતે સાવરકુંડલા શહેરમાં GIDC અસ્તિત્વમાં છે કે કેમ? અને નથી તો *GIDC* બનાવવા શું કાર્યવાહી કરવામાં આવી છે અને જગ્યા ક્યાં ફાળવવામાં આવી છે તેમ પૂછવવામાં આવતાં તેના જવાબમાં જવાબ મળ્યો હતો કે હાલમાં સાવરકુંડલા શહેરમાં એક પણ *GIDC* ચાલુ નથી અને તેમની સરકાર જ્યારે જગ્યા આપશે ત્યારે કાર્યવાહી કરશે. વિશેષમાં સાવરકુંડલા ધારાસભ્યએ જ્યારે જાણવા માગ્યું કે જીઆઈડીસીની જગ્યા અને કેટલી જગ્યા પર તંત્ર બનાવવા માંગે છે? તેના જવાબમાં ઉત્તર મળ્યો કે હજી કોઈ પણ જગ્યા નક્કી કરી નથી એટલે ફક્ત સાવરકુંડલાના જનતા માટે *GIDC* માટે જાહેરાતો કરી છે પણ હકીકતમાં આજ દિન સુધી *GIDC* માટે જગ્યા પણ ફાળવી નથી તેવો લેખિતમાં મુખ્યમંત્રીએ જ જવાબ આપ્યો. હાલમાં ભાજપના નેતા મોટી મોટી વાતો કરે છે પણ હકીકતમાં કોઈ પણ *GIDC* માટે કાર્યવાહી કરી નથી અને સાવરકુંડલા શહેરમાં હાલમાં કાંટા ઉદ્યોગ અને અન્ય નાના ઉદ્યોગ માટે સરકાર વર્ષોથી ભાજપની છે પણ સાવરકુંડલા શહેર સાથે હરહમેંશા *GIDC* માટે અન્યાય કરી રહી છે આમ વિધાનસભા સત્રના પહેલાજ દિવસે મુખ્યમંત્રી શ્રી (ઉધોગ)ને GIDC અંગે પ્રશ્ન પૂછતાં ધારાસભ્ય પ્રતાપ દુધાતને આ જવાબ મળ્યો હતો.
સરકારશ્રી દ્વારા ઘણા સમયથી સાવરકુંડલા ખાતે GIDC સ્થાપવા માટેની મોટી મોટી જાહેરાત કરવામાં આવેલ હતી. અને આમ જનતાને લોલીપોપ આપીને ગુમરાહ કરી રહી હતી આમ સરકારશ્રી દ્વારા સાવરકુંડલાને GIDC આપવા માટેની કરેલ મોટી જાહેરાતનો પર્દાફાશ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા વિધાનસભા સત્રમાં પૂછીને કર્યા છે. જેથી ફલિત થાય છે સરકાર માત્ર જાહેરાતો આપીને લોકોને લોલીપોપ આપી રહી છે.
