આવતી કાલે છોટાઉદેપુર માં એક તરફ એસ કોલેજના મેદાનમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ જન સભા સંબોધશે તો બીજી તરફ એજ સમયે કોલેજ માં વિદ્યાર્થીઓની પરીક્ષા છે ત્યારે કાર્યક્રમમાં વાગતા લાઉડ સ્પીકરને લઈ કોલેજના પરિક્ષાર્થીઓ ડિસ્ટર્બ થઈ રહયા છે, હાલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સીટી દ્વારા કોલેજ ના આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓની વાર્ષિક લેખિત પરીક્ષાઓ ચાલી રહી છે એવામાં આજ કોલેજના અને કોલેજને અડીને આવેલા મેદાનમાં આવતી કાલે CM નો કાર્યક્રમ છે ,દસ હજાર જેટલી જન મેદની અહીં ઉમટશે, મુખ્ય પ્રધાન ના હસ્તે 131 કરોડ વિકાસના પ્રકલ્પોનું નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અને યોજનાકીય લાભો અને સહાય લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનાર છે ,કાર્યક્રમ માં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે ત્યારે આજે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું , જેમાં વાગતા લાઉડ સ્પીકર ને લઈ કોલેજમા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચી હતી અને કોલેજ દ્વારા સાઉન્ડ ધીમો કરવા નું સૂચન પણ કરવામાં આવ્યું હતું,ત્યારે આજે સાઉન્ડ ધીમો કરવા છતાં પરીક્ષામા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચી હતી ત્યારે આવતી કાલે મુખ્ય પ્રધાનના કાર્યક્રમ સમયે જ કોલેજ માં પરીક્ષા યોજાનાર છે ત્યારે વિદ્યાર્થીઓ કઇ રીતે પરીક્ષા આપશે તેવી પરિક્ષાર્થીઓ મૂંઝવણ અનુભવી રાહયા છે,વાર્ષિક પરીક્ષા હોવાને લઇ તેમના ભવિષ્ય અને કારકિર્દી માટે આ પરીક્ષા ખુબજ મહત્વની કહી શકાય ત્યારે CM ના કાર્યક્રમ મા વાગતા લાઉડ સ્પીકર ને લઈ વિદ્યાર્થીઓ કઇ રીતે પરીક્ષા આપી શકશે ??
ત્યારે એક તરફ પરીક્ષા ચાલતી હોય ત્યારે તેવા સમયે પરીક્ષા સ્થળ ઉપર જ CM ના કાર્યક્રમના કરાયેલા આયોજનને લઈ શિક્ષણવિદ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવા એ સવાલ ઉઠાવ્યા છે કે કોલેજ તરફથી આની પરવાનગી કેવી રીતે અપાઈ, અને જિલ્લાના અધિકારીઓ એ આ બાબતે ગંભીરતા કેમ ન દાખવી…?? સાથે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓને સારું શિક્ષણ મળે તે માટે કોઈ નક્કર પગલાં નથી લેતી ઉપરથી પરીક્ષા આપતા…પોતાના ભવિષ્યનું ઘડતર કરનાર વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં ડિસ્ટર્બ કરી રહી છે,અર્જુન રાઠવાએ જણાવ્યું છે કે આદિવાસી બાળકોના શિક્ષણ ને લઈ સરકાર સંવેદનશીલ હોય તો આ પ્રકારનો કાર્યક્રમ રદ કરવો જોઈએ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


