Gujarat

એક વાત તો સિધ્ધ થઈ કે ભોળાનાથની સન્મુખ સૌ એક છે.. અંતે તો હેમનું હેમ છે. સાવરકુંડલાના સુપ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં સૌ એકજ છે. સાવરકુંડલા શહેરમા કોંગ્રેસ ભાજપના નેતાઓનો આ પવિત્ર સ્થાને રચાયો અનોખો સંગમ. એક અનોખો સંયોગ.. ધર્મના સ્થાને રાજકારણ ન હોય શકે કંઈક આવો જ સંદેશ કદાચ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના સુપ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકી સંગાથે ભોળીયાનાથના દર્શનાર્થે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અનાયાસે ભેગા થઈ ગયેલા હતા. હાલ જ્યારે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી હોય ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓમાં એકતાની ભાવનાઓ જોવા મળી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હસુભાઈ સૂચક, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, ચંદ્રેશભાઈ રવાણી જેવા ખમતીધર કોંગી અગ્રણીઓ સાથે અમરેલી ભાજપના ઉપાધ્યક્ષ  સુરેશભાઈ પાનસુરીયા મૈત્રીભાવે એકબીજા સાથે મળ્યાં હતાં ને પીઢ કોંગી હરિભાઈ સગર, નગરસેવક અશોકભાઈ ખુમાણ, ચંદુભાઈ રબારી, તુષાર અધ્વર્યુંએ સહુએ સાથે મળીને ફોટો સેશન પણ કરાવ્યું હતું.
Attachments area

IMG-20220822-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *