Gujarat

ઓઢવ જીઆઇડીસી ખાતે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દૈનિક ઓપીડી ક્લિનિક સેવા શરુ

ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીસીએસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે, ઓઢવ જીઆઇડીસીના પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે 9 માર્ચથી ઓપીડી સેવા પુરી પાડવામાં આવશે. ઓપીડીનાં ઉદ્દઘાટન સમારોહમાં ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી સ્પંદન શાહ, સેક્રેટરી શ્રી નીરવ ભાખર અને જીસીએસ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમે હાજરી આપી હતી. આ ઓપીડી સેવામાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ફિઝિશિયન અને નર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન અને પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ઓપીડી સેવા સોમવાર થી શુક્રવાર, સવારે 10 થી 1 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ ફક્ત રૂ. 10 રહેશે. આ સેવાનો લાભ ઓઢવ વિસ્તારના રહીશો પણ લઇ શકશે. દર્દીઓ વધારે તપાસ અને સારવાર-સર્જરી જરૂર હોય તો તે પણ જીસીએસ હોસ્પિટલ ખાતે રાહત દરે કરી આપવામાં આવશે. આ ઉપરાંત જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 20થી વધારે સ્પેશિયાલીટીઓમાં નિઃશુલ્ક સારવાર- સર્જરી ઉપલબ્ધ છે. આ સેવા વિષે વધુ માહિતી માટે 99798 49537 પર સંપર્ક કરી શકાશે.
જીસીએસ હોસ્પિટલએ 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવાદરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

IMG-20220309-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *