મોંઘવારી વિરૂદ્ધ માં રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા.
———————
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કઠલાલ કોંગ્રેસ સંગઠન દ્વારા કઠલાલ શહેર ખાતે કઠલાલ બસ સ્ટેશન થી લઈને મેઈન બજાર સરદાર બાવલા ,ઉમિયા માતાજીના મંદિરે રહી દૂધની ડેરી સુધી મોંધવારી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં કઠલાલ કપડવંજ ના ધારાસભ્ય કાળુસિંહ ડાભી,વિજ્ઞાપ્તી બેન પટેલ કોંગ્રેસ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ,સુધાબેન ચૌહાણ ખેડા જિલ્લા મહિલા પ્રમુખ, કઠલાલ કોંગ્રેસ તાલુકા પ્રમુખ શનાભાઈ પરમાર,કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપ સિંહ ચૌહાણ ખેડા જિલ્લા શોસિયલ મીડિયા કોંગ્રેસ પ્રમૂખ અલ્પેશ ડાભી,ખેડા જિલ્લા કોંગ્રેસ મંત્રી નિમેષ ભટ્ટ,ખેડા જિલ્લાકોંગ્રેસ મંત્રી જીગીશાબેન પરમાર, કઠલાલ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ વીણાબા ઝાલા,તેમજ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી બેનરો અને સુત્રોચાર સાથે મોંઘવારી મુદ્દે રેલી યોજી હતી.

