Gujarat

કઠલાલ નગરની વિવિધ સંસ્થાઓ દ્વારા ૭૩ મો સ્વતંત્ર દિન ધામધૂમથી ઉજવવામાં આવ્યો

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ માલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને અગ્રણીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જ્યારે કઠલાલ મામલતદાર કચેરી મામલતદાર હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું જ્યાં તાલુકાના સરકારી હોદ્દેદારો તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા કઠલાલ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ પરમાર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધારાસભ્ય કાળુ સિંહ ડાભી ના હસ્તે ધ્વજવંદન કરાયું. કઠલાલ નગરપાલિકા માં ધ્વજવંદન કાર્યક્રમમાં પાલિકાના કાઉન્સિલરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
કઠલાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં નવા નિમાયેલા ચેરમેન ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકીના હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સેક્રેટરી શૈલેષ પટેલ તેમજ તમામ કમિટીના સભ્ય શ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કઠલાલ માં આવેલ સરસ્વતી હાઈસ્કુલ,ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ,પીટીસી કોલેજ,બી.એડ કોલેજ,શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ,ઉમિયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ,કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉમા ભવન,રોયલ એકેડેમી,bright ઇંગ્લીશ મીડીયમ સ્કુલ,જે બી કોમ્પ્લેક્સ વગેરે સ્થળોએ સુંદર રીતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું સમગ્ર કઠલાલમાં જય હિન્દ ના નારા સાથે ભારત માતાકી જય ના સૂત્રોથી વાતાવરણ રાષ્ટ્રપ્રેમની ભાવના માં તરબોળ થઈ ગયું હતું.

IMG-20220126-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *