મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ નામાંકિત અને ઐતિહાસિક શેઠ એમ આર હાઈસ્કૂલ ની અંદર 73મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળાના વય નિવૃત્તિ ને લીધે વિદાય લેતા હરીશભાઇ કે પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ કઠલાલના વતની અને હાલમાં યુએસએ રહેતા પ્રવીણભાઈ શાહ અને નિરૂપા બેન શાહ દ્વારા દાન કરાયેલ આ રકમમાંથી 11 કોમ્પ્યુટર સહિત બેસ્ટ સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આમ આજરોજ શાળામાં સ્વતંત્ર પર્વની સાથે-સાથે ત્રણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલના જણાવ્યાનુસાર અમારી શાળાના નિષ્ઠાવંત અને કર્મઠ એવા હરેશભાઇ પટેલ કે જેમણે ૩૩ વર્ષ શાળામાં સેવા આપેલ છે તેમને શાળા પરિવાર વતી નિવૃત્તિ આપવામાં આવી રહેલ છે તેમજ એનએસએસ યુનિટ અને રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ અને દાતાઓને સન્માનવાનો ત્રિવેણી કાર્યક્રમ શાળાના પ્રમુખ/ઉપપ્રમુખ શાળાના હોદ્દેદારો શિક્ષક મિત્રો નગરપાલિકાના સભ્ય શ્રીઓ ગામ ના અગ્રગણ્ય મહેમાનો અમારી શાળામાં પધારી આ ત્રિવેણી કાર્યક્રમ મા ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તે બદલ તેઓ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પધારેલા મહેમાનોના હસ્તે સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાને રાજ્ય સ્થળે લઈ જનાર વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ અને પ્રોત્સાહિત ઇનામ આપી અભિવાદન પૂરું પાડવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ કે પરમાર અને નીતિનભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું


