રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ભાનેર ખાતે ૭૩ મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો.વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ૭૦ હજાર જેટલા રોપવાનું વાવેતર કરવામાં આવ્યું તેમજ પાંચ લાખ રોપા વાવવા માટે આપવામાં આવ્યા.તથા ચાલુ વર્ષે વન વિભાગની વનીકરણ ની હરાજીની ૭૫ ટકા રકમ એટલે કે આશરે ૨૬ લાખ ૬૪ હજાર જેટલી રકમનો ચેક ભાનેર ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે આપવામાં આવ્યો. તથા ૧૬ હજાર જેટલા વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા. આ પ્રસંગે કઠલાલ પંથકના ધારાસભ્ય કાળુસિંહ ડાભી,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,ખેડા જીલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ,ગ્રામ પંચાયત સરપંચ સુધાબેન,આર એફ ઓ આશાબેન તેમજ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ શાળાના આચાર્ય સહિત સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


