જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી જાગૃતી તાલીમનું આયોજન જૂનાગઢ વધાવી તથા વિજાપુર ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે, સમાજમાં કોઇ પણ પરિવાર કે કુટુંબમાં દીકરીઓ કિશોરીવસ્થામાં પ્રવેશે ત્યારે તેમનામાં શારીરિક-માનસિક બદલાવ આવે છે. જે શારીરિક-માનસિક થતા ફેરફારો અંગે ખુલ્લીને પરિવારમાં ચર્ચા કરી શક્તા નથી. જેમનો એક મુદ્દો સંવેદનશીલ છે તે માસિકધર્મ વિશેની જાણકારી. દીકરીઓને માસિકધર્મ દરમિયાન યોગ્ય માર્ગદર્શન સ્વચ્છતા અને તકેદારીની સમજ મેળવે, શારીરિક-માનસિક થતા ફેરફારથી પરિચિત થાય તે ઉદેશ્યને સિધ્ધ કરવાના હેતુસર જેમાં દીકરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી અંગેની સમજ આપવામાં આવી તે માટે શું કાળજી રાખવી તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સહભાગી થયેલ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી કીટ, નાસ્તો, માસિક સ્વાસ્થ્ય જાળવણીની બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯૫ કિશોરીઓ સહભાગી થઇ હતી.
