જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલર મયુરી ગોઢા અને મનિષા રત્નોતર દ્વારા કોલેજ ઓફ કમ્પ્યુટર, સાયન્સ એન્ડ આઈટી જૂનાગઢ ખાતે અભ્યાસ કરતી વિધાર્થીનિઓને સાથે જાગૃતા સેમિનાર યોજાયો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી યોજનાની બુકલેટનું વિધાર્થીનિઓને વિતરણ કરી તેમને યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, કામના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ ૨૦૧, ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫, ગંગા સ્વરૂપા પુનઃ સ્થાપન યોજના,સખી વન સ્ટોપ સેન્ટર, તથા મફત કાનૂની સેવા સત્તા મંડળ,૧૦૦ નંબર,સી ટીમ અને ૧૮૧ વિશે માહિતી આપવામાં આવી હતી.


