મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે શાળાના મદદનીશ શિક્ષક પ્રશાંત એ કિશ્ચિયન તરફથી તેમના માતૃશ્રીની યાદમાં શાળાના કે જી થી ધોરણ ૧૧ સુધીના વિદ્યાર્થીઓને તીથી ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૨૫૦થી વધારે વિદ્યાર્થીઓએ તીથી ભોજન આરોગ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યઅને મંડળના પ્રમુખે સ્વર્ગસ્થ ‘ બા’ ને યાદ કર્યા હતા અને શિક્ષણમાં તેમના યોગદાનને બિરદાવ્યુ હતું.


