Gujarat

કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવા માંગ

જૂનાગઢ
કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવા અંગે પૂર્વ કેબિનેટ મંત્રી તથા અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા સરકારમાં રજૂઆત કરી માંગણી કરેલ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ) ની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં ક્રમાંક ૧૦૨ પર કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ નો સમાવેશ કરવામાં આવેલ પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અન્ય પછાત વર્ગ ઓબીસીની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં કારડીયા રાજપૂત સમાજ નો સમાવેશ કરવામાં આવેલ નથી.આ બાબતે કારડીયા રાજપૂત સમાજને કેન્દ્ર સરકારની યાદીમાં કારડીયા રાજપૂત સમાજને ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળીને રજૂઆત કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ ને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ) ની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ જેથી રાજ્ય સરકારના અનામત તેમજ ઓબીસીના અન્ય લાભો રાજય સરકારના તેઓને પ્રાપ્ત થાય છે.પરંતુ કેન્દ્ર સરકારની યાદીમાં આ સમાજના નામો ના હોય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા અનામત કે અન્ય કોઈ લાભ તેઓને મળતા નથી. તો કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજને કેન્દ્ર સરકારની ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળીને રજૂઆત કરેલ છે.કારડીયા રાજપૂત સમાજનો કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં સમાવેશ કરવાની માગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ ન થતો હોય કેન્દ્ર સરકાર તરફથી ઓબીસીને મળતા લાભો મળતા નથી. જેથી પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખે કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

File-01-Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *